હું નિયમોને પાર છું,
હું જ બધો સાર છું,
જેવો હોઉં છું અંદર,
એવો જ હું બહાર છું,
ઈશ્વર નથી હું કાંઈ,
છતાંય સાક્ષાત્કાર છું,
છે લડાઈ અસત્યની,
તો હું આકરો પ્રહાર છું,
હું જીત છું, હું હાર છું,
જાણે સત્ય ધારદાર છું,
જો હશો તમે પીડામાં,
તો દવા હું અસરદાર છું,
પાપ, પુણ્ય અને ઈશ્વર,
અનેક વિદ કિરદાર છું,
જો કબીલો છે સૃષ્ટિ,
તો હું એનો સરદાર છું,
નિરાધાર છું હું વિશ્વમાં,
તોય સૃષ્ટિનો આધાર છું,
હું કૃષ્ણ છું, હુ પ્રેમ છું,
હું સમયને આરપાર છું,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply