ચમનમાં હવે પાનખર થઈ ગઈ,
આ મોસમ ‘તમારા’ વગર થઈ ગઈ.
રહે છે છુપું, ક્યાં કશું રાતમાં?
અમારા મિલનની ખબર થઈ ગઈ.
નથી કોઈ શ્રધ્ધા હવે દીપમાં,
મહોબ્બતની આંખો હુનર થઈ ગઈ.
વતન પર કયા કારણે , દોસ્તો,
પડોશીની મેલી નજર થઈ ગઈ?
કદમના દુ:ખોની જો ,ફરિયાદ છે,
સમજવું કે ટૂંકી સફર થઈ ગઈ.
પરસ્પર બે હસ્તાક્ષર શું થયા!
તો આ દોસ્તી ઉમ્રભર થઇ ગઈ!
ધરા પર રહીના શકે, એ કહે:
અમારી જગ્યા ચાંદ પર થઇ ગઇ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply