ગરીબીના હાથોને દર્શાવ્વા,
સિયાસત કરી કોણે ચમકાવ્વા?
પ્રયત્નો કરે છે જમાનો સતત,
સૂરજ સામે દિવાને પ્રગટાવવા.
અભિમાન ઉંચે ને ઉંચે ગયો!
નમ્રતા ગઇ અબોલાને બોલાવ્વા.
પશુ, પંખીઓ, માંણસોને મળે,
ઊભા છે અમે છાંય ફેલાવ્વા.
ભલેને પરાયા ગણે પૂષ્પને,
જનમ્યાં અમે બાગ મ્હેંકાવ્વા.
અચંબો, સુરક્ષા, ને મેળા છે શું?
વ્યવસ્થા તમારી છે સત્કારવા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply