કહે છે એ ટૂંકું ને ટચ પ્યારથી,
સમજદાર સમજે છે વિસ્તારથી.
મને ઓળખે છે બધા કઈ રીતે?
પરીચિત નથી હું આ વિસ્તારથી.
ખુશીનો આ પર્વ અને બીક પણ !
મહોબ્બત નથી તમને તહેવારથી ?
અગર ‘ દોસ્તો માં ‘ જગા જો મળે,
તો ખુશ છુ હું એવા પૂરસ્કારથી.
મહોબ્બત કરી તો સજા એ મળી,
જુએ છે મને સૌ તીરસ્કારથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply