એમ તો દરરોજ દેખાયા અમે,
શે’ર, ગઝલોથી જ સમજાયા અમે.
સૂર થઇ મહેલોમાં પડઘાયા અમે,
પણ સમજદારોને શંભળાયા અમે.
એ ખબર છે પ્રેમમાં બળતા રહી,
કેટલા દર્દોથી ઢોળાયા અમે ?
મૂંછવાળા દુશ્મનો ભાગી ગયા ,
દાઢીવાળા દોસ્ત પકડાયા અમે.
એક ઘટનામાં બિલાડીના ગળે,
બાંધવાને ઘંટ રોકાયા અમે.
મિત્રતા ફૂલોની કરતાં શું થયું?
કંટકોમાં પણ સુગંધાયા અમે.
હોળીનું શ્રીફળ બનીને ‘ દોસ્તો’,
કેટલી જગ્યા વધેરાયા અમે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply