મિત્રો, ખૂબ ઊડાંણપૂર્વક ગઝલ સમજી માંણવા વિનંતી.
ગઝલ
ઊંચી ઊંચી ઘણી ઈમારત છે,
ગામ ને શહેરમાં તફાવત છે.
ફક્ત સંબંધ ઝાંખા થઈ ચાલ્યા,
ઈશ્કની એટલી બગાવત છે.
છાંય આપી ને કામ આવું છું,
વ્રુક્ષ છું મારી આ ઇબાદત છે.
ઓળખે ના મને વતનવાળા,
વિશ્વ કે ‘છે કે આ જ ભારત છે.
ભાંગ્યું ભાંગ્યું ભરૂચ છે’ સિદ્દીક’,
આ વતનમાં અનેક રાહત છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply