આખ ને દાંતે રહીશું આપણે,
કામ જો ઍવા કરીશુ આપણે.
આ જગત તો એક દરિયો છે છતાં,
ઊતરી અંદર તરીશુ આપણે.
આ જ પેદા થૈને જીવીશુ જરા,
જિંદગી પૂરી કરી શું આપણે.
કોઈ પણ ખૂશ્બો વગરના છે અમે ,
તો પછી કોને ગમીશુ આપણે.
આ ગઝલના શેરથી સિદ્દીક તને,
એક એક ઘરમા મળી શું આપણે
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply