પેશે ખીદમત
એક જ છે જિંદગી!
કરવું હોય તેમ કરી જ લેવું
કહેવું હોય તે કહી જ દેવું
લાગે બાગે તો ભલે! લોહી,લાગણીની ધાર
ફાવે નહીં તો જેટસ્પીડે ખસી જ લેવું
એક જ તો છે જિંદગી!
આમ બી બી ને હજું ક્યાં સુધી જીવશું?
આમ સહી સહીને શું પછી રોજેરોજ મરશું?
આવવું હોય તો વેલકમ,જાઓ તો જગા કમ
મોજને મૂકી પીડાને ક્યાં સુધી અનુસરશું?
એક જ આ છે જિંદગી!
હાર્ટ છે,તૂટશે જ,ને પછી એટેક આવશે
ધોરીમાર્ગે બ્લોક,ખાડાં,બમ્પર,ફાટક ફાવશે
જતી જિંદગીએ જતું,જાતું,જાતે કરી લ્યો!
ક્યાં સુધી બારાખડીમાં આ બ્રેકેટ લાગશે?
એક ની એક છે જિંદગી!
આવતો જન્મ તો અળસિયું,શ્વાન કે પછી ભૂંડ!
ક્યાં મોજે દરિયાનું આ ફૂડ,મોજ ને એ બધું ડૂડ!
સપનાં,શોખ,સાથ,સુખ,સળી,શૃંગાર માણી લે જીવ
મનનું જ માન વ્હાલાં! ભલે ને પછી લાગ તું શ્રુડ
એક અને એક અને એક છે જિંદગી!
એક જ છે જિંદગી!
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
કલ્યાણ મિત્ર જય વસાવડા સાથે કરેલ સુવાંણ ને એ પછી તેમણે આપેલ ટીપ પરથી સ્ફુરેલ લાગણી નો અક્ષર દેહ
Leave a Reply