દોસ્તો અને દુશ્મનો હવે સોગાત સજાવે છે
પાનખર વસંતને ઉગવાનું ગીત સમજાવે છે
નગરવધૂ પતિવ્રતાને ચારિત્ર્ય સમજાવે છે
આને કળિયુગની કઠણાઈ જ ગણવી ને?
મગજ હૃદયને જુઓ તો! પ્રીત સમજાવે છે
પીઠ,હૈયું ને આયખું સંભાળજોને સજ્જન
દોસ્તો અને દુશ્મનો હવે સોગાત સજાવે છે
પાંદડું પણ ખરે છે અસ્તિત્વને પૂછયા પછી
નિમિત્ત છતાં વ્યક્તિ વ્યક્તિગત ગણાવે છે
વેદ,પુરાણ,રામાયણ કે પછી હોય એ ગીતા
સત્ય,પ્રેમ,કરુણા સાર સંક્ષિપ્ત સમજાવે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply