નબળો હોય કે સબળો,બૈરી પર તો શૂરો હોય છે
નબળો હોય કે સબળો, બૈરી પર તો શૂરો હોય છે
પુરુષ હંમેશા સ્ત્રી વગર તો સાવ જ અધૂરો હોય છે
ભોગવશો જો ભોગને તો પછી ભોગવી લેશે ભોગ
પ્રસાદ જો માનશો ને તો ‘કામ’ પણ દેવ પૂરો હોય છે
સાવ મીઠો, ખાટો કે સાવ કડવો એ તો છે અશકય
નારાયણ નર સ્વરૂપે જન્મે ને તો એ ય તૂરો હોય છે
મોરપિચ્છથી માની જાય તો રચે અસ્તિત્વ રાસલીલા
પ્રભુ તો પ્રભુ છે,ન માને તો તાંડવમાં પણ ખરો હોય છે
વાણીનાં વ્યભિચારીઓને મળે છે પુષ્પવર્ષા કળિયુગે
સત્યવાદીઓનાં ભાગ્યે સ્વજનનો પત્થરમારો હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply