શ્વેત ચાદર ને ફુલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો !
સૌ પ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.
આપતા તો આપી દીધા હાથ બે દમયંતીના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો ?
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યા,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
આ તો એનું એ જ ને ! આમાં અમારી મુક્તિનું શું ?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.
– અનિલ ચાવડા
Leave a Reply