છેતરવા કરતાં છેતરાઈને તું બાઘો બનજે
આખો ન બની શક ને તો તું અડધો બનજે
ઈશ્વરનો અવાજ નહીં તો તું પડઘો બનજે
ગોળ એવી વિશ્વમાં બહુધા તો છે આડાં જ
સિદ્ધ થવું હોય ને તો પહેલાં તું સીધો બનજે
એક અને એક બંને ક્યારેય નથી થતાં એક
શૂન્ય થઇ,બાદ થઈ, પાછળથી વતો બનજે
વાઇરલ બનવાં કરતાં સફળ બનવું સારું છે
છેતરવા કરતાં છેતરાઈને તું બાઘો બનજે
‘હા’ માં ‘હા’ કરવાં વાળા આ માયાવિશ્વમાં
જટાયુ,અભિમન્યુ,વિભીષણનો વાંધો બનજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply