ચપટીક અજવાળું કરતાં દિવાનું તેજ રાખજો
સબંધ ભલે ને સાવ ગણતરીનાં જ રાખજો
જેમાં ન જ હોય ને કોઈ ગણતરી,તે જ રાખજો
કશું જ ન કરી શકો ને તો પણ કરજો પ્રાર્થના
દર્દી,દરિદ્ર,અબોલ પ્રત્યે આંખમાં ભેજ રાખજો
પૃથ્વી તો ખદબદે છે કર્તવ્યભ્રષ્ટ અસ્તસૂર્યોથી
ચપટીક અજવાળું કરતાં દિવાનું તેજ રાખજો
ખબર જ છે કે નહીં જ થઈ શકીએ દેવ તો પણ
માનવ તો છો તો પછી માનવત્વ સહેજ રાખજો
‘ડીવાઈડ એન્ડ રૂલ’ નહીં જ પણ ‘એડ એન્ડ સર્વ’
હૈયે તો મા ભારતી ને દિમાગે થોડું અંગ્રેજ રાખજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply