મૃત્યુને એમ જ ઉજવો ને જાણે કે લગન છે
હું હોઉંને તો જ ચાલે એ તો ગઠબંધન છે
હું ન હોઉંને તો પણ ચાલે એ જ સંગઠન છે
ભાવનું જ મહત્વ હોય છે પ્રભુની ભક્તિમાં
બાકી વાલિયાનાં કંઠે તો ‘મરા’નું જ રટણ છે
મળશે તો ખરું નવું નક્કોર,નિરોગી ખોળિયું
મૃત્યુને એમ જ ઉજવો ને જાણે કે લગન છે
પૂર્વજન્મનાં કર્મો જ કરાવે છે પાપ ને પુણ્ય
બાકી જગમાં કોણ સજજન કોણ દુર્જન છે
પછી કેમ જોવા આવશે માવતર સ્મૃતિદાનને
જીવતાં તેમને હસાવો એ જ સાચું તર્પણ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply