સત્યનાં,વિકાસનાં,ટોચનાં ભાગ્યમાં કોઈ વાહવાહી નથી
દરેક માટે ને દરેક મુદ્દે પ્રિય થવું આપણી જવાબદારી નથી
આ અશક્ય ક્ષમતા કેળવવા માટેની કોઈ છટકબારી નથી
લોકપ્રિયતા કે સ્વીકાર એ માપદંડ નથી જ સાચાંખોટાંનો
સત્યનાં,વિકાસનાં, ટોચનાં ભાગ્યમાં કોઈ વાહવાહી નથી
પ્રયોજન ને પરિણામ જોવાનું હોય સદા બધાં વિષયોમાં
જુદો મત આપવો કે જુદો આચાર કરવો એ ગદ્દારી નથી
ટીકા,ચિંતા,સૂચન,માહિતી,પ્રતિભાવ,કાળજી છે સાવ જુદું
બધાંને ને બધું એક લાકડીએ હાંકે તે મૂર્ખનો સરદાર નથી?
નરી આંખે ન દેખાય કે સાબિત થાય તેવાં પણ છે અપરાધ
વાણી,વર્તન,વિચારનો વ્યભિચાર શું એ વ્યભિચાર નથી?
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply