નગરવધુઓ પણ ચારિત્ર્યની જામીન બનવા લાગી છે
ગદ્દારીઓ,અન્યાયો,લૂંટારાઓને વહન કરવા લાગી છે
પ્રજા આપણી નમાલી બધું જ સહન કરવા લાગી છે
ઠોકશાહી જ બની ગઈ છે આ કહેવાતી લોકશાહી
મર્દાનગી પણ જુઓ વાંઝિયું શીઘ્રપતન કરવાં લાગી છે
અધિકારીઓ,પદાધિકારીઓ,સંચાલકો લૂંટે છે બેફામ
વિરોધી,વિરોધ પાર્ટી પણ મિલી ભગત કરવાં લાગી છે
આ તપાસ,આ કમિટી,આ કડક પગલાં એ તો છે ડિંડક
નગરવધુઓ પણ ચારિત્ર્યની જામીન બનવા લાગી છે
જીવતાં સળગાવે,પુલમાં ડુબાડે,શબ માટે પણ લબડાવે
ચોકીદાર,ચોકીદારી ચોર-ચોરીનું જતન કરવાં લાગી છે
તું પાછો આવ અને એમને બચાવ એ એક જ આશા છે
દ્રૌપદી પણ બિચારી ચીર હરણ ગ્રહણ કરવાં લાગી છે
– મિતલ ખેતાણી, રાજકોટ
Leave a Reply