નાભિનો ભાંગરો તો ભાઈ કે દોસ્ત થકી જ ફૂટશે
એટલે જ તો આજીવન માયાનાં પગરખાં લૂંછશે
સૌને પૂછશે પણ પોતાનાં આત્માને કદી ના પૂછશે
અસ્તિત્વને ય દોડવું પડશે હરિહરનો સ્વાદ લૂંટવા
ભલે ને તાંદુલ,ભાજી, બોર છપ્પન ભોગને ખૂંચશે
હશે જો વૃત્તિ ને પ્રવૃતિમાં નીતિ,રિતી,પ્રીતિ,પ્રકૃતિ
સફળતા,સુફળતા જીવન ને મરણોત્તર કદમ ચૂમશે
મળશે ખોળિયું,ફળિયું નવું નોખું;મૂકો ચિંતા ને બીક
કાંચની કાયા છે ને એ તો વ્હેલાં મોડી અચૂક તૂટશે
દુશ્મનોને કદી ખબર નથી હોતી જાનલેવા રહસ્યની
નાભિનો ભાંગરો તો ભાઈ કે દોસ્ત થકી જ ફૂટશે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply