બધું જાણવામાં જીવન બગડ્યું છે
ભૂલી જજો એને કે જે છટક્યું છે
સન્માનજો એને ખાસ જે ટક્યું છે
આંખ આડા કાન કરતાં જ રહેવાં
બધું જાણવામાં જીવન બગડ્યું છે
દુશ્મનોનાં વેર તો જીરવી જશે હૈયું
દિલ બહુધા મિત્રોથી જ તૂટ્યું છે
મંઝિલ ચૂકાઇ જાય છે સાવ જરીકે
પડાવનાં હિસાબે ગંતવ્ય અટક્યું છે
લુચ્ચાઈ તો રહેશે મીંઢી કાયમ માટે
ભોળપણ જ હંમેશા બકબક્યું છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply