મતદાન પરમો ધર્મ:
મતદાન કરજો,વીક થતાં નહીં.
વૈચારિક નપુંસક થતાં નહીં.
લોકશાહીનાં હિંસક થતાં નહીં.
ઓછો ખરાબ હોય તેને ચૂંટજો,
ઘરે બેઠા રહેવાની ટ્રિક કરતાં નહીં.
5 વર્ષે એક જ દિન હોય તમારો,
મતદાન કરજો,વીક બનતાં નહીં.
અત્યારે તક છે શાસન પતિ ચૂંટવાની,
પછી ફરિયાદ કરવાની રીત કરતાં નહીં.
ભય,ભોજન,ભેટ માટે વોટ ના વેંચતા;
જ્ઞાતિ,ધર્મની જીદ કરતાં નહીં.
ખુલ્લેઆમ મતદાન કરજો,કરાવજો;
નિષ્ક્રિયતાથી જાતને ચીટ કરતાં નહીં.
છે મતદાન હક્ક અને ફરજ આપણી,
ધર્મપાલનમાં બેકફુટ કરતાં નહીં.
એક એક વોટ કિંમતી છે લોકશાહીમાં
ભારતમાતા પ્રત્યે કર્તવ્ય કવિટ કરતાં નહીં
– મિત્તલ ખેતાણી
Leave a Reply