સહકાર માંગીએ ને તો દુનિયા સલાહ આપે છે
દુશ્મનો તો ઠીક, મિત્રો પણ ક્યાં પનાહ આપે છે
સહકાર માંગીએ ને તો દુનિયા સલાહ આપે છે
ટીકા માત્ર કાનને ન ગમે એટલું જ તો છે નુકશાન
જિંદગીની બરબાદી ખોટાં વખાણ,વાહ આપે છે
કરી દો સત્ય,પ્રેમ,કરુણાને જીવનરથનાં સારથી
પછી જુઓ અસ્તિત્વ સુફળ સહેલગાહ આપે છે
એવું નથી કે પહોંચનાર જ પહોંચાડી શકે મંઝિલ
ચૂકી જનારાં ભૂલોથી બચાવી સાચો રાહ આપે છે
ભલે શોધતાં રહે અનૈતિક પ્રેમ વિજાતીય પાત્રોમાં
સપ્તપદી સંગાથી જ ઘડપણે વફા, બાંહ આપે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply