નિરાશાવાદીનો ચેપ ન લાગી જાય તે જોજો
તે જોજો
નિરાશાવાદીનો ચેપ ન લાગી જાય તે જોજો
આશાવાદીથી ગેપ ન લાગી જાય તે જોજો
આ આખી દુનિયા છલકાય છે અકર્મણ્યોથી
આળસવાદીની ટ્રેપ ફાવી ન જાય તે જોજો
કરવું હોય તેને નહીં જ કરવા દયે માયા સદા
તંદ્રાવાદીથી નેપ ન લાગી જાય તે જોજો
ચોરી લેશે ,ઝૂંટવી લેશે સૌ સપનાઓ,નિર્ધારો
વાસ્તવવાદીનો સ્વેપ ન લાગી જાય તે જોજો
દોડાવવાં છે જ યમરાજને કર્તવ્યપૂર્ણતા સુધી
મોક્ષવાદીની ખેપ ન લાગી જાય તે જોજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply