હે ઈશ્વર! તું મને એવો તો ગદ્દાર બનાવજે
હે ઈશ્વર! તું મને એવો તો ગદ્દાર બનાવજે
મોહરાજાની પીઠમાં મુજથી ખંજર ભોંકાવજે
સૌ દેવોએય સહેવું પડે બનીને મૂક પ્રેક્ષક જ્યાં
એવાં રાવણો સામે જટાયુની ટક્કર બનાવજે
ત્યાં સુધી તું મને ન જ આપતો મોક્ષ હે પ્રભુ!
કર્તવ્ય પૂર્ણ થયે જ ભવોભવનું ચક્કર કપાવજે
જગવૈભવો અનીતિનાં પચે ને એવું પેટ જ નથી!
તાંદુલ,ભાજી,બોર હક્કનાં અને નક્કર અપાવજે
હોઉં શૂન્ય પણ અસ્તિત્વ રહે અપૂર્ણ મુજ વિના
તુલસી, ખિસકોલીનો તું મને અવસર બનાવજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply