નનામીએ આ નામીની ડાઘુઓ માંડ ચાર હોય છે
શબ્દકોષમાં જેનો મતલબ ભ્રષ્ટાચાર હોય છે
કળિયુગમાં તેનો મતલબ તો વ્યવહાર હોય છે
પ્રભુ તો ભોળો, દયાળુ છે,કદાચ માફ કરી ય દયે!
કર્મસતા પાસે ગદ્દારો માટે માત્ર કારાગાર હોય છે
સાચું બોલનારને કશું ય યાદ નથી જ રાખવું પડતું
અસત્યસ્મૃતિને બોર્નવિટા ય ક્યાં મદદગાર હોય છે
સોશિયલ મીડિયાએ છે બ્લૂ ટિક,લાખો ફોલોઅર્સ!
નનામીએ આ નામીની ડાઘુઓ માંડ ચાર હોય છે
હોત કૃષ્ણ તો સજા દેત આ આધૂનિક શિશુપાળોને
ખોટાં વખાણ,ચમચાગીરી આધ્યાત્મે ગાળ હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply