કશુંય ન હોય ત્યારે બધું દેવામાં લાજ રાખજે
આર્ય મૌનનો બોલકણો તું સાજ રાખજે
સત્ય, પ્રેમ, કરુણાનો જ સહવાસ રાખજે
આંગણે જો આવી ચઢે ને દુશ્મન તોય પણ
દવા,દુઆ આપી શકું ને એ અંદાજ રાખજે
હોમી શકું પહેલાં હું મારી જાતને પ્રદાનયજ્ઞમાં
અન્ય કને પછી જ અપેક્ષાનો રિવાજ રાખજે
હોય બધું જ ને ત્યારે કૈક તો આપી જ શકે સૌ
કશુંય ન હોય ત્યારે બધું દેવામાં લાજ રાખજે
ટોચ પર વેઠવી પડશે કારમી એકલતા ખ્યાલ છે!
લક્ષ્યવેધ ને ખુમારીમાં તું હંમેશાને બાજ રાખજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply