પદ નહીં પ્રદાનનું જ મોરપિચ્છ જોઈએ છે
શિક્ષણ નહીં મારે બસ શીખ જોઈએ છે
પદ નહીં પ્રદાનનું જ મોરપિચ્છ જોઈએ છે
ન બનાવ સર્વશ્રેષ્ઠ ને તો કંઈ વાંધો નહીં
જટાયુ સમી જ બસ ઝીંક જોઈએ છે
કરી શકું અન્યને જ આગળ હું સદાય
એવું બસ કારકિર્દીનું પીક જોઈએ છે
આંખ વીંધવાં વખતે ચૂકાય જાય નિશાન
પરપીડા ટાણે તો શક્તિ વીક જોઈએ છે
પરાણે વ્હાલું લાગે એવું વ્યક્તિત્વ થાઉં
પળે હસે,રડે! બાળકની ટ્રિક જોઈએ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply