મુક્ત થયો છું
રાગથી મુક્ત થયો છું
હું ભાગથી મુક્ત થયો છું
ઝેર ઝીરવવાનું શીખી લીધું છે
નાગથી મુક્ત થયો છું
સુગંધ પરોવી લીધી છે આત્મામાં
બાગથી મુક્ત થયો છું
કર્મસત્તાને વળગાડીને બકરીત્વ
વાઘથી મુક્ત થયો છું
જીવતાં જ જીવાડ્યાં માવતરને
હું કાગથી મુક્ત થયો છું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply