તમે જે કહો તેમ જ મારે કહેવાં કરવાનું હોય તો કહેતાં નહીં
તમે જે કહો તેમ જ મારે કહેવાં કરવાનું હોય તો કહેતાં નહીં
માયા માટે તમે જે સહી શકો ને તે મને સહેવાનું કહેતાં નહીં
તમને જ મુબારક વૈચારિક ને આચારિક નગરવધુત્વ તમારું
મારાં સતીવ્રતત્વને નજદીકથી અડતાં કે પછી આભડતાં નહીં
અકબંધ જ રહેવાં દેજો વિસ્મય,કૌતુક,સ્વપ્ન ને શ્રધ્ધા મારી
તમારી વહેવારિક સમજથી મારાં આધ્યાત્મને તગેડતાં નહીં
ફરવાં જાઓ તમે કે રમો બરફની ક્ષણિક મસ્તીથી એ ઠીક
હિમાળો ગાળવાનાં બાજુનાં માર્ગે ભૂલેચૂકેય નીકળતાં નહીં
જો પડ્યાં જ રહેવું હોય માયાનાં રાણીવાસે તન,મન,ધનથી
સર્વશ્રેષ્ઠ ભોગ એવાં ત્યાગનાં માર્ગે તો પછી નીકળતાં નહીં
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply