સત્ય માટે બોલકી સદૈવ સ્વરપેટી રહે
જીવનમાં હંમેશ સ્વપ્નોની જ ધૂળેટી રહે
ભલેને સરી જાય તોય હાથમાં રેતી રહે
વિચાર,ઉચ્ચાર,આચાર રહે સદા સમાન
સિદ્ધાંતોમાં ક્યારેય ના કોઈ જ ત્રુટિ રહે
રહે બાળપણ શરીરનાં ઘડપણમાંય અતૂટ
‘તું’ કારીયા મિત્રો અને રંગીન લખોટી રહે
બોલવાનું હોય કે પછી બોલવું પડે ત્યારે
સત્ય માટે બોલકી સદૈવ સ્વરપેટી રહે
પડકારોને પડકારી શકું અસ્તિત્વ સથવારે
દર્દી,દરિદ્ર,અબોલ માટે પ્રેમની ભરતી રહે
આત્મા અને પરમાત્મા રહે હાજરાહજૂર
ભૂલ થાય કે ભૂલી જાઉં ત્યારે સોટી રહે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply