બધાને હવે એકબીજાને સારું લગાડવામાં રસ છે
ક્યાં કોઈને નરસાને પકડીને ભગાડવામાં રસ છે
બધાને હવે એકબીજાને સારું લગાડવામાં રસ છે
કમળપૂજાની વાત તો યુગો દૂર રહી ગઈ છે હવે
સત્યની માટે ટાંચણી પણ ક્યાં લગાડવામાં રસ છે
તાંદુલ,ભાજી,બોરની મહત્તા ઘટી ગઈ છે કળિયુગે
છપ્પનભોગને પણ ઢોલ નગારાં વગાડવામાં રસ છે
જેણે કરવાનું હોય ને જટાયુ કર્મ એવાં સજજનોને
વ્હોટસએપ યુનિવર્સિટીએ ભસભસ કરવામાં રસ છે
શુક્ર ને અંડકોષે ગુમાવી દીધી છે ગુણવતા પ્રજનનમાં
અસ્તિત્વને એટલે જ તો બંધ નસ કરવામાં રસ છે
મેળવી લ્યો તાળો બાળપણમાં જ નહીં કે અંતસમયે
યમરાજનાં સરવાળે સત્ય,પ્રેમ, કરુણામાં જ કસ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply