કવચ કુંડળનાં દાતાને જગ ટીપ આપવાં આવે છે
ઘાવ ને વધું પહોળાં ને વધું ડીપ કરવાં આવે છે
કમિત્રો તો હવે બસ માત્ર ગોસીપ કરવાં આવે છે
કરવી જ હોય ને મદદ તો કશુંય ન કરો તોય ઘણું
વાતોનો વ્યભિચાર ટાઇટેનિક શીપ કરવાં આવે છે
સ્વીકારી નહીં જ શકો દિગંબર સત્ય માંગીને કશુંક
પરખ તો મહામૂલા સબંધને ચીપ કરવાં આવે છે
ગોતવાની દૂર જરાય પણ જરૂર નથી દુશ્મનોને
ઢાલ જ હવે તલવારનાં ઘાની ગિફ્ટ કરવાં આવે છે
ખજાનો જીવનનો લૂંટાવીને જે બન્યો છે અયાચક
કવચ કુંડળનાં દાતાને જગ ટીપ આપવાં આવે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply