ટીકા કરતાં પણ ખોટાં વખાણમાં વધું પાપ છે
મા ને તો અંધ મમતાનો ભગવાનનો જ શ્રાપ છે
સુધારવાં ખીજાવું જ પડશે એણે કે જે બાપ છે
કુવામાંથી કદીય નથી નીકળવા દેતાં દરિયા કને
ટીકા કરતાં પણ ખોટાં વખાણમાં વધું પાપ છે
પરિવર્તનશીલ આચાર લ્યે છે કહેવતનો આશરો
બાકી કાગ તો કાગ જ છે ને વાઘ જ તો વાઘ છે
તેજોરાગ કરીને કુંઠિત કરે દયે અનુગામીનું સાધ્ય
અંગૂઠો કાપવાં દ્રોણનાં હાથમાં અર્જુનનો હાથ છે
મળી જાય તો શોધો જ એને વિભિન્ન ધર્મસ્થાનકે
બાકી સત્ય,પ્રેમ,કરુણામાં જ અસ્તિત્વનો વાસ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply