વડવાઈ રમશે ને તે ગળે ફાંસો નહીં ખાય
વડવાઈ રમશે ને તે ગળે ફાંસો નહીં ખાય
ગુરૂશરણમાં માનવી કદી ત્રાંસો નહીં થાય
આધ્યાત્મમાર્ગે જેનાં થશે કાળા બજાર
વ્યવહારે એ કદી પણ ખાસ્સો નહીં થાય
ભોગને ત્યાગીને,ત્યાગને જ જે ભોગવશે
એ જ થવાનો અમર,એ લાશો નહીં થાય
પુરાવાનાં પ્રભાવે અસત્ય પહેરશે પરિધાન
કળિયુગે સત્યનો કદી ખુલાસો નહીં થાય
અતિથિ હોય કે સતિથી,ક્યાં છે આવકાર
હવે રાત તો શું દિવસમાંય વાસો નહીં થાય
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply