તારાં સિવાયનાં સૌ સહારાથી બચાવજે
પ્રભુ! તું મને મારાં-તારાંથી બચાવજે
તારાં સિવાયનાં સૌ સહારાથી બચાવજે
શું એક આ અને શું આ બીજું કે શું ત્રીજું?
ગણિત,ગણતરીનાં ખોટાં પાળાથી બચાવજે
જલારામ,કર્ણ,સુદામાની પરંપરા વંશજ બનું
ફાળા,સંગ્રહ કે માલિકી કરનારાંથી બચાવજે
વિચાર,ઉચ્ચાર,આચાર,પ્રચાર,વ્યવહારમાં તું
પરસ્ત્રી,પરધન,પરજશનાં ચાળાથી બચાવજે
સંગદોષ તો બરબાદ કરી શકે છે અસ્તિત્વને પણ
સત્ય,પ્રેમ,કરુણા ન ખોલે એ તાળાંથી બચાવજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply