બીજું કંઈ ન આપી શકો તો આશ્વાસન આપજો
કથાથી થાક લાગ્યો હોય તેને પ્રેમાસન આપજો
બીજું કંઈ ન આપી શકો તો આશ્વાસન આપજો
બ્રમ્હાંડ ધણી પણ એ બાબતે તો છે કુપોષિત જ
અસ્તિત્વનેય તાંદુલ,ભાજી,બોરનું રાશન આપજો
બધાં વ્યસનો ભલે મૂકાવી દયે શરમ,સમાજ,સંત
સત્ય,પ્રેમ,કરુણાનું જીવતરને વ્યસન આપજો
હાંફીને આવેલને આપી શકું હૂંફ,આશ્રય,સારવાર
દર્દી,દરિદ્ર,અબોલનું જ આજીવન ટેન્શન આપજો
વાઘાં તો છે ચર્મની શોભા,આત્માની તો નહીં જ
સાદાઈ,સમતા ને સત્યની જ મને ફેશન આપજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply