રાજદૂતને સંદેશ માટે મારી નાંખે ત્યાં મંતવ્ય ન બગાડ
સમયની કિંમત જ્યાં ન હોય ત્યાં તું સમય ન બગાડ
મા નું અસંભવ પાત્ર ભજવવાં તું અભિનય ન બગાડ
કામ,ક્રોધ, લોભ,મોહ ને મત્સર એ જ તો નિવાર્ય છે
માયા માટે સત્ય,પ્રેમ,કરુણાનું તું અનિવાર્ય ન બગાડ
જે માબાપનાં પણ ન થયાં તે તારા તો નથી જ ને
મમતાની કિંમત જ્યાં ન હોય ત્યાં તું પ્રણય ન બગાડ
બોલીને ફરી જાય એ ગમે તે હોય તું ફેરવી જ નાંખ
કહેવાતી દોસ્તી માટે જીવનનું તું કર્તવ્ય ન બગાડ
ટીકા,વિચાર,સૂચન,માહિતી,પ્રતિસાદનો ભેદ ન સમજે
રાજદૂતને સંદેશ માટે મારી નાંખે ત્યાં મંતવ્ય ન બગાડ
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply