પુરાવાને કશુંય પુરવાર કરવાની જરૂર નથી
કરવું જ છે? તો વાર કરવાની જરૂર નથી
દોડવું જ છે? તો ઢાળ કરવાની જરૂર નથી
ધર્મ પાસે પોતાને બચાવવાની ક્ષમતા છે જ
પુરાવાને કશુંય પુરવાર કરવાની જરૂર નથી
પ્રભુ જો રથ ચલાવે જીવનનાં મહાભારતનો
તો પછી પ્રભુતાની દરકાર કરવાની જરૂર નથી
એ તો એનાં જ ભારથી તૂટી જશે એક દિવસે
ન જ સુધારનાર પર પ્રહાર કરવાની જરૂર નથી
વિચાર,આચાર,વ્યવહાર,પ્રચારમાં રાખો સામ્ય
નિર્ધાર કરી લેનારે ઉચ્ચાર કરવાની જરુર નથી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply