સંભવ કરીશું ને તો પછી અસંભવ થઈ જશે
સૌમાં એક અને એકમાં જ સૌ થઈ જશે
બે ભવમાંય દ્રૌપદીનો એક ભવ થઈ જશે
શરૂ તો કરી જુઓ ને અંત તરફની યાત્રાને
સંભવ કરીશું ને તો પછી અસંભવ થઈ જશે
ચામડીનાં પહેલાં જ નહીં દરેક પડને કલ્પશો તો
પરસ્ત્રી દરેકેદરેક પછી માત્ર જવ તલ થઈ જશે
ઋણ જો સમજશો સંત,સમાજ ને આ શરીરનું
સેવા તો ઈશ્વરને પરત આપવાનો કર થઈ જશે
જીવની ગર્ભનાળને જો જોડેલ રાખો શિવ કને
જાત રસ્સીસ્થિતિ પર અનિર્ભર વળ થઈ જશે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply