ભૂમિને પણ ક્યાં જગતાતની પ્રસ્વેદ સુગંધ મળે છે
ભામાશા જે થઈ શકત ને તે તો જયચંદ બને છે
સજજનને તો કળીયુગે હવે દોસ્ત જ ચંદ નડે છે
ભક્ત,દાતા કે શૂરને પજવે છે જગત આ આખુંય
તેથી જ તો શું સ્વૈચ્છાએ મમતા વ્યંધ બને છે?
અસ્તિત્વ! યુગેયુગે નહીં,આવવું પડે તારે તો વારંવાર
રાવણ,કંસ,દુર્યોધનનો દર દશકાંએ પ્રપંચ નડે છે
પરફયુમ ને ડીઓડરંન્ટથી છલકાતાં આ વિશ્વખેતરે
ભૂમિને પણ ક્યાં જગતાતની પ્રસ્વેદ સુગંધ મળે છે
બેબીસીટર્યા,કોંવેંટીયા ઈંગ્લીશમાં તો છે માત્ર ‘આંટી’
માશી,મામી,કાકી,ફોઈનાં શિશુને ક્યાં સબંધ મળે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply