વાંક જ સતત કાઢતાં રહેનારનો વાંક હોઇ શકે
બતાવાય છે ને જે મોટું તે જરાક હોઇ શકે
વાંક જ સતત કાઢતાં રહેનારનો વાંક હોઇ શકે
બીજાંને જ સિંહત્વનો ઉપદેશ આપનાર સદાય
આફતમાં પ્રથમ ભાગી જનાર જિરાફ હોઇ શકે
ધારણા, માન્યતા, અંધ કે જાગૃત શ્રધ્ધાયુગમાં
હકીકતની આંખથી જ હકીકત સાફ હોઈ શકે
આજીવન શોધે છે સૌ હાથવગો ખભ્ભો,ખોળો
હક્કથી ને સહજમાં જ્યાં એ બેબાક રોઈ શકે
ધર્મ કરતાં કર્મ જ છે અદકેરું આ કળિયુગમાં
જગત ગણે જેને પુણ્ય એ કદાચ પાપ હોઇ શકે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply