સ્થુળમાં જ જગતને સૂક્ષ્મ શોધવું છે
કુંડામાં જ જગતને વૃક્ષ શોધવું છે
સ્થુળમાં જ જગતને સૂક્ષ્મ શોધવું છે
આ તો જગતનો દસ્તુર જ છે દોસ્તો
સહજમાં જ સૌને લક્ષ્ય શોધવું છે
લોકશાહીની ચિતા પર જ તો જગતને
ધર્મ, જાતિ, જ્ઞાતિ અને પક્ષ શોધવું છે
ધાવણ મુકાયું તેથી જ વધ્યાં વૃદ્ધાશ્રમો
સૌને બોટલ પૂતનાનું વક્ષ શોધવું છે
પતિવ્રતાને જાગતી મૂકી જવાબદારીમાં
બેવફાઈનું જગતને શયનકક્ષ શોધવું છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply