ભાગવત ખાલી સાંભળતી ભેંસથી બચાવજે
જાત સિવાયનાં કોઈપણ પહેરવેશથી બચાવજે
રાગથી બચાવજે તું, તું મને દ્વેષથી બચાવજે
ભાગ્ય,પુરુષાર્થનાં તાંદુલ-ભાજી-બોર ઘણાં છે
અનિતી,અહંકાર ને અધર્મનાં ટેસથી બચાવજે
મિત્ર ભલેને ન બને પણ કલ્યાણમિત્ર તો મળે
લાયક ન હોઉં એ સન્માનીયાં ખેસથી બચાવજે
જીત્યાં કે હાર્યા પછી પણ રહે સ્થિતિ સમાન જ
મોહમાયાની આ આજીવનની રેસથી બચાવજે
સત્ય,પ્રેમ, કરુણાને અમલમાં સાવ અવગણીને
ભાગવત ખાલી સાંભળતી ભેંસથી બચાવજે
શૂન્યમાંથી શૂન્ય બાદ કરું પણ પછી ન રહે શૂન્ય
શૂન્યભાવની પ્રતીતિ કરાવે એ સંદેશથી બચાવજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply