આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે
આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે
ભલે ને હોય આ જન્મે ભાગ્ય નબળું તો ય
લેશું જન્મ બીજો, કોઈને ઝુકવાનું નહીં ફાવે
લડીશ સામી છાતીએ કુરુક્ષેત્ર ને લંકાએ
મંથરાવૃત્તિથી કોઈના કાન ફૂંકવાનું નહીં ફાવે
કર્ણ જેમ ઋણ ફેડીશ ,સામે હશે ઈશ તો ય
જે થાળીમાં ખાધું ત્યાં છેદવાનું નહીં ફાવે
કળિયુગે કર્મ,પરહિત ને નામ રામ નું ઘણું
ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે
વંશજ છું તુલસી,કબીર,નરસિંહ ને મીરા નો
કલમ વેચી ને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે
– મિત્તલ ખેતાણી
Leave a Reply