વ્હેણથી તો કાંઈ જ નહીં થાય,પૂર થવું પડશે
વ્હેણથી તો કાંઈ જ નહીં થાય,પૂર થવું પડશે
ધ્યેય માટે તો જાત સાથે જ જાતે ક્રૂર થવું પડશે
આંખે અડકાડી દેશો દ્રશ્ય તો એ થઇ જશે અદ્રશ્ય
આવવું જ છે જો પાસે તો પછી થોડું દૂર થવું પડશે
નામ,દામ,કામ ને એ બધાં તો નાનાં નાનાં નશા છે
અમરત્વ માટે તો મૃત્યુત્વમાં જ ચકચૂર થવું પડશે
ઇતિહાસ કરે છે મશહૂર ભવિષ્યમાં જ વર્તમાનને
જીવતાં જીવ તો નામોશીમાં જ મશહૂર થવું પડશે
જ્ઞાનમાર્ગીને જ મળશે ધન,પ્રતિષ્ઠા,પદ ને એવું બધું
ભક્તિ માર્ગે તો બોર, ભાજી ને તાંદુલ થવું પડશે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply