કાશ! કોઈકને હાર્ટમાં પણ બ્લોક કરી શકાય
વીતેલાં સમયને પાછો એન્ટી કલોક કરી શકાય
કાશ! કોઈકને હાર્ટમાં પણ બ્લોક કરી શકાય
પ્રીસિયસ મોમેન્ટ્સ! તમે તો આવો છો સાવ સડનલી
આ પળ જીવવી ને કાં આ પળને ક્લિક કરી શકાય
ઈશ્વર તારી ઉપર પણ કર્મસતા હોવી જોઈએ જ
પ્રભુને ય તેની સજા મળે ને પ્રભુને ય ઠીક કરી શકાય
ભલે ને બાયોલોજીકલી પરત ન જ ફરી શકીએ પણ
બચપણ ક્યારેક તો જીવાતું રહે એવી ટ્રિક કરી શકાય
કૈંક સતા તો સમય,સંજોગ,વ્યક્તિ પર હોવી જોઈએ
પૂછ્યા વગર ઘૂસેને જીવનમાં,તેનાં પર રોક કરી શકાય
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply