ભળતું ભળતું જ રજૂ જેને થવું હોય,તે ‘ભળતું’ મૂકી દો
પોતાનું હોય પણ જો નડતું હોય ને તો તે ‘નડતું’ મૂકી દો
જે સત્ય સપનાઓને પથારીવશ કરે,તે સત્યને પડતું મૂકી દો
એક ફળ માટે ફળોની ટોકરીની કુરબાની ક્યારેય ન આપવી
સડવાંશીલ ફળ જે ચેપી હોય,એ અલગ કરો,સડતું મૂકી દો
જીવન રંગમંચ પર ‘હોય તે દેખાય’ તેને જ ભૂમિકા આપો
ભળતું ભળતું જ રજૂ જેને થવું હોય,તે ‘ભળતું’ મૂકી દો
સૌને સાંધી,બાંધી રાખનાર રસ્સીની ચિંતા પહેલાં કરજો
વળ રાખવો જ હોય ‘જ્યાં ને ત્યાં’ જેને તેને વળતું મૂકી દો
પડતાં મૂકો એ સોનાંનાં કૂપમંડુકો જેને દરિયો જોખમ લાગે
મુક્તિ ઇચ્છનાર એકવેરિયમનું કેદી જળબાળ તરતું મૂકી દો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply