દોસ્તીની આડમાં જ તો ભોરિંગ સુતેલા હોય છે
સપનાઓ હકીકતની જેલે જ ખિંટેલા હોય છે
રતન પણ બહુધા ચિંથરે જ વીટેલા હોય છે
ચકાસતા રહેજો સામાન,શૈયા ને સાથીદારો પણ
દોસ્તીની આડમાં જ તો ભોરિંગ સુતેલા હોય છે
છો રહ્યાં આધ્યાત્મ,અસ્તિત્વનાં એ સીધાં વારસદાર
સ્વપ્નદ્રષ્ટાઓ વ્યવહારે જુઓ સાવ તૂટેલાં હોય છે
એટલે જ પ્રભુએ આશરો લીધો તો પશુપક્ષીઓનો
રાવણયુદ્ધ સમયે માણસો તો સાવ ફૂટેલાં હોય છે
અંત સમયે ઝુરે છે મનુષ્ય જેનાં માટે જીજીવિષાથી
તે હાથે જ છોડેલા ને પાલવથી જ છુંટેલા હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply