હક જોઈએ તો પહેલાં જવાબદારી લ્યો
નાસમજી મૂકી દયો ને સમજદારી લ્યો
હક જોઈએ તો પહેલાં જવાબદારી લ્યો
બીજાનાં ખભે જ ગોળીબાર કરનારાઓ
પોતાનાં કર્તવ્ય પ્રત્યે તો વફાદારી લ્યો
સૂચનો તો મળે જ છે થોકનાં ભાવે અહીં
ફક્ત વિચારને મૂકીને હવે આચારી લ્યો
ખરાબ ને ઓછાં ખરાબ વચ્ચે છે પસંદગી
જનતાને કહી દો, ઓછો ભ્રષ્ટાચારી લ્યો
દુશ્મનોનાં પ્રહારથી તો ક્યાં કોઈ મરે જ છે
મિત્રને મારવાં મિત્રનાં આલિંગને છરી દયો
ખભે ધોંસરુ ધારણથી જ થશે સ્વપ્ન પૂરાં
નડાય એટલું જાતે જ જાતને નડી લ્યો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply