તુલસીથી જ તોળાય એવી કિંમત રાખજો
દિન દુઃખી ને અબોલ પ્રત્યે નિસ્બત રાખજો
સૌને મદદરુપ થવાની સર્વદા નિયત રાખજો
બ્રહ્માડનો જગભોગ પણ જે ન ખરીદી ન શકે
તુલસીથી જ તોળાય એવી કિંમત રાખજો
કૉક દિ આવવું પડશે એંઠા બોર ખાવા એણે
હૈયે હામ,હૂંફ,હેત,હોંકારો ને હિંમત રાખજો
હું છું,તું છે,સપનાઓ છે આ બે ચાર ઘણું છે!
કળિયુગની કાળરાતે આશા જીવંત રાખજો
કહો હાથી ને હાથી જ મહાભારત મધ્યે પણ
યુદ્ધ ભલે હારી જવાય શબ્દમાં સત રાખજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply