જાગરણ અને જાગવામા ફેર છે
દોડવામાં અને ભાગવામાં ફેર છે
ટહેલ અને માંગવામાં ફેર છે
હેતુ,હિત,હૈયાનો ભાવ જોવો પડે
જાગરણ અને જાગવામા ફેર છે
અતિથિ તિથિએ જ આવે છે હવે
આમંત્રણ અને બોલાવવામાં ફેર છે
ન્યાય કરનાર કેળવે સમતા!
તારણ અને તાગવામાં ફેર છે
ભૂલ માફ થાય,વિશ્વાસઘાત નહીં
ક્ષતિ અને છેતરવામાં ફેર છે
માનતા મેરીટ મુજબ માને છે માન્યવર
પ્રાર્થના અને ખોટું કરગરવામાં ફેર છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply