કરુણાનાં વિક્રેતાઓ! બાયરનાં ભરોસે રહેતાં નહીં
તાળી દોસ્તીનાં ટ્યુબલેસ ટાયરનાં ભરોસે રહેતાં નહીં
રાખો ખાનદાન શત્રુ સ્પેર,લાયરનાં ભરોસે રહેતાં નહીં
સંગદોષ તો ભીષ્મ,કર્ણ ને દ્રોણને પણ લાગ્યો જ તો
માત્ર પ્રજ્ઞા કે કૂળનાં પિયરનાં ભરોસે રહેતાં નહીં
સત્ય,પ્રેમે પોતે જ બનવું પડશે રોજેરોજનું ખરીદાર
કરુણાનાં વિક્રેતાઓ! બાયરનાં ભરોસે રહેતાં નહીં
સૈન્ય તો હસીને કહી દેશે ભૂલી,ચૂકી,સૂઈ,રહી ગયો!
કેપ્ટન! તમે એનાં કવર ફાયરનાં ભરોસે રહેતાં નહીં
વીર પતિઓ ભલે ને હોય પણ હોય જો જુગારીઓ
કૃષ્ણા દ્રૌપદી!તમે ઍવાં કાયરનાં ભરોસે રહેતાં નહિ
પ્રજા નિસ્બતનો એ યુગ પૂર્ણ થયો છે શબ્દપૂજકોનો
ગાંધીજી! તમે હાલનાં શાયરનાં ભરોસે રહેતાં નહીં
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply